
Nirmohi Publication
રંગત સંગત

રંગત સંગત
મારું નામ જયશ્રી પટેલ 'જયુ' છે. મારો જન્મ ઉત્તર ગુજરાતના એક નાનકડા ગામ ચાણસ્મામાં ઈ.સ.૧૯૫૩ ની ૫ મી મેના દિવસે થયો. ગામડું ને કુદરત મારાં પ્રિય સ્થળો છે. પહેલા ધોરણનો અભ્યાસ મોસાળ ચાણસ્મા સુધી ને પછી પિતા પાસે ભરૂચમાં બી.એ પૂર્ણ કર્યુ. આગળ અભ્યાસ માટે સાહસ ખેડવું પડ્યું. ભણવું એ તો મનની દ્રઢતા હતી. તેથી ઘરનો ત્યાગ કરી સ્વબળે મિત્ર પાસે ઉછીના રૂપિયા લઈ. અમદાવાદ તરફ પ્રયાણ. કર્યુને ત્યાં સખીનાં ઘરમાં આસરો મળ્યો. વિદ્યાર્થીઓ ભણાવીને એમ.એનો અભ્યાસ શરૂ કર્યો. એમ. એ. નો અભ્યાસ પૂ.કે.કા. શાસ્ત્રી ને હરિપ્રસાદ શાસ્ત્રી જેવા ગુરુજનો પાસે 'ભારતીય સંસ્કૃતિ'માં પૂર્ણ કર્યો.
બાળકોનું ભણાવતાં તેમનું સાંનિધ્ય વધતાં તેમના પ્રશ્નોનાં ઉત્તરો આપતા કંઈક કરી છૂટવું ભૂલકાઓ માટે એ નિર્ણય લીધો. અમલમાં મૂકાયો ૨૦૧૭માં ને પહેલું પુસ્તક 'બકો જમાદાર' નું સર્જન થયું.
હવે આપની સમક્ષ બીજુ બાળ પુસ્તક 'રંગત સંગત' (બાળવાર્તાઓનો રસથાળ) મૂકતાં હર્ષની લાગણી અનુભવી રહી છું.
Author: Jayshree Patel Jayu' |
Publisher: Nirmohi Publication |
Publication Date: Nov 15, 2023 |
Number of Pages: 184 pages |
Binding: Paperback or Softback |
ISBN-10: NA |
ISBN-13: 9798223150428 |