
Nirmohi Publication
વસુધા પ્રાવીણ્ય

વસુધા પ્રાવીણ્ય
પુસ્તકનું નામ" વસુધા પ્રાવીણ્ય" મારા માતા-પિતાની યાદગીરીમાં રાખ્યું છે પણ આ વસુધા પર અનેક જળચર, વાયુચર, ખેચર વગેરે અનેક જીવો ભ્રમણ કરે છે. વસુધા ઇશ્વરે બનાવેલી એક મોટી પ્રયોગશાળા છે, જ્યાં બધાં જીવો પોતપોતાની રીતે જીવન ગુજારે છે પરંતુ એક માનવમાં જ શક્તિ, બુદ્ધિ, ચાતુર્ય તથા પ્રાવીણ્ય છે કે તે પોતાનું જીવન ધારે તેવું ઉજાગર કરી, નામ પણ મેળવે છે, ઈશ્વર ભજન કરી, ભક્તિ કરી, મોક્ષનો અનુગામી પણ થઈ શકે છે અને ઇશ્વરે બનાવેલા માટીના રમકડાં શ્વાસ પૂરા થાય એટલે પાછા માટીમાં જ સમાઈ જાય છે. સત્ય દેખાતું જગત "આપ મૂઆ ફીર ડૂબ ગઈ દુનિયા!" જે પરમ સત્ય છે. જગતના રંગમંચ પર આપણાં પાત્રનો રૉલ પૂરો થાય એટલે ખાલી હાથે વિદાય લેવી પડે છે. કુદરત પળપળનો હિસાબ રાખે છે. શ્વાસ પૂરા થાય પછી વિદાય લેવી જ પડે છે તો પછી આ મિથ્યા જગતને સાક્ષી ભાવે માણીએ.
વસુધા પર અવતરી માનવ કર્મ પ્રમાણે જીવન જીવે છે, ઋણાનુબંધથી જોડાયેલા સંબંધને સાચવે છે. પોતાના મનમાં રહેલા રાગ-દ્વેષ, સ્નેહ, મોહ વગેરેના જાળામાં ફસાઈને અમુક લોકોની લાગણી દુભાવે છે, તો કોઈકવાર અતિ સ્નેહ માનવને આઘાત પહોંચાડે છે. આ લાગણીઓના પ્રવાહમાં જીવનમાં અનેકનો ફાળો છે. સગાં-વહાલાં, પરિવાર, માતા-પિતા, મિત્રો વગેરē
Author: Shridevi Pancholi |
Publisher: Nirmohi Publication |
Publication Date: Sep 24, 2024 |
Number of Pages: 156 pages |
Binding: Paperback or Softback |
ISBN-10: NA |
ISBN-13: 9798227220158 |