
Diamond Magazine Private Limited
મારા પ્રિય વાચક મિત્રો, નમસ્કાર!
હું ગ્રીષ્મા પંડ્યા,આપ સર્વેએ મારી અનુભૂતિ, અવિરત કૃતિઓનો રસાસ્વાદ માણ્યો જ છે. આપે આપેલા બોહળા પ્રતિસાદને લીધે હવે આપ સર્વ સમક્ષ અચાનક, કે જે મારી નવલિકા છે તે રજૂ કરવા જઈ રહી છું તેથી મને ગર્વની લાગણી થાય છે. પ્રથમથી જ આપ સૌનો આભાર પ્રગટ કરી લઉં છું.
હવે થોડું 'અચાનક' વિશે જોઈએ. મારી આ રચના એક નવલિકા સ્વરૂપે છે. ખૂબ ઓછા પાત્રોની આસપાસ મારી આ વાર્તા વીંટળાયેલી રહે છે. આ કાલ્પનિક વાર્તાની કથાવસ્તુમાં, વાર્તાની મુખ્ય નાયિકા લોપા પોતાની આસપાસ ગોઠવાયેલા સંબંધો કેવી રીતે જાળવે છે, સાચવે છે, કદી કળથી ને કદી બળથી અચાનક આવી પડેલી મુશ્કેલીઓનો તે કેવી રીતે સામનો કરે છે અને પોતાના જીવનમાં આવેલી મુશ્કેલી હોવા છતાં સ્વજનોનો સાથ, સહકાર, પ્રેમ, લાગણી એ કેવી રીતે પામે છે? ક્યારેક રોષ તો ક્યારેક દોષ, ક્યારેક લાગણી અને માગણીમાં અટવાતી લોપા આખરે પોતાનું જીવન સામાન્ય બનાવી શકશે? પોતાની અંતરંગ સખી રાવી શું તેને મદદ કરી શકશે? બંને સખીઓના લાગતા ભિન્ન જીવન શું એકબીજા સાથે જ વણાયા છે? બંને સખીઓ વિભિન્ન રીતે પોતપોતાના જીવનનો ખાલીપો દૂર કરી શકશે? આ સઘળું જ 'અચાનક'ના વાંચન પછી આપ સર્વે મિત્રોને જાણવા મળશે. આ વાંચ્
Author: Grishma Pandya |
Publisher: Nirmohi Publication |
Publication Date: Oct 25, 2023 |
Number of Pages: 172 pages |
Binding: Paperback or Softback |
ISBN-10: NA |
ISBN-13: 9798223052333 |