
Nirmohi Publication
An Untoward incident - અનન્યા

An Untoward incident - અનન્યા
'શબ્દો એ શિવની દેન છે, જ્યાંથી શરૂઆત ત્યાંથી અંત પણ છે.' આવી જ એક સુંદર અને વાસ્તવિક ઘટનાઓનું ચિત્રણ કરતી નવલકથાનું સર્જન દર્શના જરીવાળા દ્વારા કરવામાં આવ્યું છે.
આમ તો દર્શના જરીવાળા ગૃહિણી તરીકે તેમનું જીવન પસાર કરી રહ્યાં છે, તેમનો અભ્યાસ દસમા ધોરણ સુધીનો છે પણ તેમની વિચારશક્તિ આકાશ આંબે એટલી ઊંચી છે. જે તેમની નવલકથા 'An untoward incident - અનન્યા' વાંચીને સમજાઈ ગયું છે.
નવલકથાની શરૂઆત ઝંખનાના સ્વપ્નથી થાય છે. તેને આત્માઓ સ્વપ્નમાં આવે છે. એક દિવસ કૅફેની અંદર આવેલા વોશરૂમમાં તે આત્માથી રૂબરૂ થાય છે પણ તે સમજી શકતી નથી અને ડરી જાય છે. મીરર ઉપર જ્યારે એ આત્મા "હેલ્પ મી" લખે છે, ત્યારે તો ઝંખનાના છક્કા છૂટી જાય છે. ત્યારબાદ તે જ છોકરીને કોઈ પકડીને લઈ જતું હોય તેવો એને ભ્રમ થાય છે. આ બધી વાતોને લીધે તેની હાલત બગડતી જાય છે અને તેના પતિ સોહમ દ્વારા તેનો ઇલાજ મનોચિકિત્સક પાસે કરાવવામાં આવે છે.
આ દરમિયાન તેના દીકરા અમિતની મુલાકાત આરાધ્યા સાથે થાય છે અને તે તેનો દીવાનો બની જાય છે. આરાધ્યાનું નામ ખબર ન હોવાને લીધે તે તેને 'એક્ટિવા ગર્લ' તરીકે સંબોધે છે. એક દિવસ અમિતની પિતરાઈ બહેન ગુંજન તેના ઘરે આવે છે અને આરાધ્યા તેની સહેલી હોય છે. જેને લીધે અમિત અને č
Author: Darshana Jariwala |
Publisher: Nirmohi Publication |
Publication Date: Aug 11, 2024 |
Number of Pages: 190 pages |
Binding: Paperback or Softback |
ISBN-10: NA |
ISBN-13: 9798227982902 |